પ્રેગનન્ટ છે બિપાશા બાસુ, લગ્નના 6 વર્ષ પછી આપશે ગૂડ ન્યૂઝ!

0
બોલીવુડ વર્તુળોમાં બહુ મોટા ગૂડ ન્યૂઝ સાંભળવા મળી રહ્યા છે. એવા સમાચાર જેને જાણીને તમારું દિલ ખુશ થઈ જશે. બોલીવુડ દીવા બિપાશા બાસુને લઈને ગૂડ ન્યૂઝ છે. તે અને કરણસિંહ ગ્રોવર માતા-પિતા બનવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિપાશા ટૂંક સમયમાં આ ગૂડ ન્યૂઝ આપી શકે છે. હજુ સુધી બિપાશા અને કરણ તરફથી પ્રેગનન્સીના કોઈ સમાચાર કન્ફર્મ કરવામાં આવ્યા નથી.
પ્રેગનન્ટ છે બિપાશા બાસુ, લગ્નના 6 વર્ષ પછી આપશે ગૂડ ન્યૂઝ!


બિપાશા-કરણનો ફેમસ મંકી લવ:
જો આ ન્યૂઝ સાચા છે તો બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવરના ઘરે તેમના લગ્નના 6 વર્ષ પછી કિલકારી ગૂંજવાની છે. બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવરે એપ્રિલ 2016માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નને ભલે 6 વર્ષ થઈ ગયા પરંતુ આજેપણ બંને એકબીજાને અનહદ પ્રેમ કરે છે. તેમનો મંકી લવ ફેન્સની વચ્ચે પોપ્યુલર છે. બંનેને આઈડલ કપલ માનવામાં આવે છે. કરણ અને બિપાશા ફેન્સને રિલેશનશિપ ગોલ્સ આપતા હોય છે. બંનેની જોડી અને કેમેસ્ટ્રી હિટ છે.

કેવી રીતે શરૂ થઈ હતી બિપાશા-કરણની લવ સ્ટોરી:
બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવર બોલીવુડના મોસ્ટ લવ્ડ કપલ્સમાંથી એક છે. બંનેની મુલાકાત 2015માં હોરર ફિલ્મ અલોનના સેટ પર થઈ હતી. અલોનના સેટ પર બંનેના દિલ એવા મળ્યા કે ત્યારથી તેમણે એકબીજાને અલોન છોડ્યા નહીં. અલોન મૂવીમાં બિપાશા અને કરણે પહેલીવાર સ્ક્રીન શેર કરી હતી. ફિલ્મમાં તેમની સિઝલિંગ કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. સિલ્વર સ્ક્રીન પર તેમની હિટ થયેલી જોડી રિયલ લાઈફમાં પણ હિટ થઈ. 30 એપ્રિલ 2016માં બંનેએ ધૂમધામથી લગ્ન કર્યા.

સ્ક્રીન પર જોવા મળતી નથી બિપાશા:
કપલના વર્કફ્રન્ટની વાત કરીએ તો 2015માં આવેલી અલોન ફિલ્મ પછી બિપાશા સ્ક્રીન પર જોવા મળી નથી. 2020માં બિપાશા વેબ સિરીઝ ડેન્જરસમાં જોવા મળી હતી. બિપાશાના ડેલી લાઈફ રૂટીન ફેન્સને તેના ઈન્સ્ટા પરથી મળે છે. જોકે ફૂલ ફ્લેજ એક્ટિંગમાંથી બિપાશાએ નિવૃતિ લઈ લીધી હોય તેવું લાગે છે. તેનો પતિ કરણસિંહ ગ્રોવર એક્ટિંગમાં સક્રિય છે. તે ટીવી શો, ઓટીટી પ્લેટફોર્મ અને ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે. કરણને છેલ્લે સિરીયલ કુબૂલ હૈ 2.0માં જોવામાં આવ્યો હતો. જોકે કરણ પોતાની ફિટનેસ અને બિપાશા સંગ લવી ડવી ફોટોઝને લઈને સમાચારમાં રહે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top